રવિવાર, 16 જુલાઈ, 2017

તા.૧૫-૦૭-૨૦૧૭ દાતાઓનું સન્માન અને વિદ્યાર્થીઓને સ્કુલ બેગ વિતરણ

આજ રોજ પવનપુત્ર યુવા ગૃપ ના સદસ્યઓ શ્રી કરશનભાઈ જોષી,શ્રી દિનેશ જોષી,શ્રી મહેશ જોષી  અને શ્રી રમેશ જોષી શાળામાં ઉપસ્થીત રહ્યા હતા. કરશનભાઈની આગેવાનીમાં પવનપુત્ર યુવા ગૃપ ના  સભ્યો અવારનવાર શાળામાં આવી વિદ્યાર્થીઓ ના હિતમાં તેઓને ઉપયોગી થાય તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે. અમોએ તેઓને   સન્માનીત કરવાનું  વિચારેલ હતુ  અને  આજે શાળામાં પધારવ નિમંત્રણ આપેલ હતું તેઓ આજે આવ્યા ત્યારે તેઓશ્રીઓના વિચાર મુજબ શાળાના તમામ વિદ્યાર્થીઓ  માટે સ્કુલ બેગ સાથે લેતા આવ્યા હતા. અને તે  બેગોનું  વિદ્યાર્થીઓને  આપી  હતી. આ  અગાઉ  તેઓએ  શાળામાં પાણીની પરબ , પાણી સંગ્રહ માટે ટાંકી, પાણી ચડાવવા માટે ઈલેક્ટ્રીક મોટર અને  વિદ્યાર્થીઓને ઉનાળામાં ઠંડુ પાણી પીવા મળી રહે  તે માટે કુલરની પણ  વ્યવસ્થા કરી આપેલ હતી. શાળા પરિવાર તેમની ઉમદા પ્રવૃતિને બિરદાવે છે  અને  શાળામંડળ  અને  શાળા વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ  સાથે સાથે  શાળાના પૂર્વ  કર્મચારી શ્રી મિનાક્ષીબેન  પટેલ  અને   શ્રી  અલકાબેન ગોસ્વામીને પણ આ પળે યાદ  કરે છે  તેઓ એ ડીસેમ્બર ૨૦૧૬  માં શાળામાં હાજર થયા હતા અને  સરકારી મોડેલ  સ્કુલમાં નિમણુંક મળતાં  શાળામાંથી છુટા થઈ  તે  શાળાઓ  માર્ચમાં  હાજર  થયા હતા.  તેઓએ  પણ શાળા પ્રત્યે પોતાની લાગણી  વ્યક્ત  કરી  શાળા  ઉપયોગી  વસ્તુ  અર્પણ કરવાનો    વિચાર વ્યક્ત કરેલ  અને  શાળાને  આજ  રોજ ક્લાસ રૂમ  ટીચીંગ  માટે ઉપયોગી  સ્ટેન્ડ  આર્પણ કર્યા  હતા. આ પ્રસંગે  શાળાના પૂર્વ  કર્મચારી શ્રી મિનાક્ષીબેન  પટેલ અને મોડેલ સ્કુલ,  ડીસા ના આચાર્ય  ડૉ. મનીશાબેન હાજર રહ્યા  હતા   આ કાર્યક્રમનું  સંચાલન  શાળાના ઉ.મા. વિ. ના શિક્ષકશ્રી  રાજેશભાઈ સુતરિયાએ કર્યું હતું  મહેમાનોનું  શબ્દ પૂષ્પો થી અને ફુલહાર  અને શાલ અર્પણ કરી  સ્વાગત શાળાની  પ્રણાલી મુજબ શાળાના આચાર્ય મારફત કરવામાં આવ્યુ  હતું.   કાર્યક્રમના   અંતમાં  શ્રી  મનોજભાઈ રાવલે  કાર્યક્રમમાં  ઉપસ્થીત રહેલ સર્વે મહેમાનો નો  આભાર માન્યો  હતો  અને રાષ્ટૃગીત  સાથે  કાર્યક્રમ પુ6ણ કરવામાં  આવ્યો  હતો  . 





























































































































ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો