બુધવાર, 12 જુલાઈ, 2017

તા.૧૧-૭-૨૦૧૭ વિશ્વ વસ્તી દિન ઉજવણી ભાગ -2

શાળામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી તા.૧૧-૭-૧૭ ના રોજ કરવામાં આવી હતી ,પ્રાથના સભામાં વિદ્યાર્થીઓએ પોતાના વિચરો સારી એવી તૈયારી કરીને રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની વાતમા સમગ્ર વિશ્વમાં ૧૧મી જુલાઇના દિવસે ‘‘વિશ્વ વસ્‍તી દિન''ની ઉજવણી કરવામાં આવે છે. તેની વાત કરી હતી  આજે ૧૧ ના દિવસે વિશ્વનું પાંચ અબજમું બાળક જન્‍મ્‍યું હોવાથી યુનાઇટેડ નેશન્‍સ દ્વારા પ્રતિવર્ષ આ દિવસે ‘‘વિશ્વ વસ્‍તી દિન''ની ઉજવણી કરવામાં આવે છયે. વધતી જતી વસ્‍તીની સમસ્‍યા પ્રત્‍યે લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના આશયથી ‘‘વિશ્વ વસ્‍તી દિન'' ઉજવાય છે. આ ઉજવણીનું આ વર્ષનું સૂત્ર છે - ‘‘તરૂણીઓની સગર્ભાવસ્‍થા સામે અંગુલિનિર્દેશ''.
                       આ કાર્યક્રમમાં  વતૃત્વમા સોલંકી ભાવના, પરમાર પ્રકાશ, માજીરાણા ભૂમિકા, બારોટ પાયલ અને પટણી રોહિતે ભાગ લીધો હતો  જ્યારે નિબંધ સ્પર્ધામાં પરમાર સાગર, સોની રાજેશ, શ્રીમાળી સાગર, પરમાર પ્રકાશ, પટણી રોહિત, સોની દિલિપ, પરમાર બાદલ, પટણી રમીલા, દરજી રેખા, બારોટ પાયલ,  શ્રીમાળી આરતી, ભીલ પ્રવિણ, માજીરાણા ભૂમિકા અને સોલંકી ભાવનાએ ભાગ લીધો હતો, 
આ નિમિતે હેલ્થ વિભાગના પ્રતિનિધી તરીકે શ્રી સ્નેહાબેન શર્મા, ડી.પી.સી.,પાલનપુર, શ્રી નિરવ ત્રિવેદી શ્રી હિતેશ અંબારામભાઈયા તથા શ્રી હરીસિંહ જી. સેનેટરી ઈન્સપેકટર, અર્બન હેલ્થ સેન્ટર,ડીસા હાજર રહેલ હતા.આ કાર્યક્રમાં ભા પંડ્ગ લેનાર બધા બાળકોને હેલ્થ વિભાગ તરફથી પ્રોત્સાહન માટે ઈનામ આપવામાં આપવામાં આવ્યા હતા.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો