મંગળવાર, 20 જૂન, 2023

યોગ દિવસની ઉજવણી ૨૦૨૩

 યોગ દિવસની ઉજવણી ૨૦૨૩ ના ઉજવણી કાર્યક્રમાં  ડીસાના કાયા કલ્પ સેન્ટર   નેચરોપેથીના તજજ્ઞન ડો. ગોવિંદભાઈ લિબાચિયા  કે જોઓ અત્યારે બનાસકાંઠ જિલ્લાની યોગ  પ્રચાર કમેટીમાં કાર્ય કરે છે. અને નિષ્ણાત તરીકે સેવા આપે છે. તેઓએ પ્રાચિન કાળથી અત્યાર સુધીની દેશની યોગ પ્રવૃતિઓ અને તેના લાભાલાભની ચર્ચા કરી હતી અને વાર્તાલાપ અને આસન મારફત વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું. અને કહ્યુ હતુ કે યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે  છે