મંગળવાર, 11 જુલાઈ, 2017

તા.૧૧/૦૭/૨૦૧૭ વસ્તી દિનની ઉજવણી

શાળામાં વિશ્વ વસ્તી દિનની ઉજવણી તા.૧૧-૭-૧૭ ના રોજ કરવામાં આવી હતી ,પ્રાથના સભામાં વિદ્યાર્થીઓએ પોતાના વિચરો સારી એવી તૈયારી કરીને રજુ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની વાતમા સમગ્ર વિશ્વમાં ૧૧મી જુલાઇના દિવસે ‘‘વિશ્વ વસ્‍તી દિન''ની ઉજવણી કરવામાં આવે છે. તેની વાત કરી હતી  આજે ૧૧ ના દિવસે વિશ્વનું પાંચ અબજમું બાળક જન્‍મ્‍યું હોવાથી યુનાઇટેડ નેશન્‍સ દ્વારા પ્રતિવર્ષ આ દિવસે ‘‘વિશ્વ વસ્‍તી દિન''ની ઉજવણી કરવામાં આવે છયે. વધતી જતી વસ્‍તીની સમસ્‍યા પ્રત્‍યે લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત કરવાના આશયથી ‘‘વિશ્વ વસ્‍તી દિન'' ઉજવાય છે. આ ઉજવણીનું આ વર્ષનું સૂત્ર છે - ‘‘તરૂણીઓની સગર્ભાવસ્‍થા સામે અંગુલિનિર્દેશ''.
   હાલમાં વિશ્વની કુલ વસ્‍તી ૭ અબજથી વધુ છે. જયારે ૨૦૧૦-૧૧ની વસતિ ગણતરી મુજબ ભારતની વસ્‍તી ૧ર૧ કરોડ અને ગુજરાતની વસ્‍તી ૬ કરોડ, . વિશ્વમાં દર મિનિટે ૧પ૦નો અને ભારતમાં દર મિનિટે ર૯નો વસ્‍તીવધારો થાય છે. આમ, કૂદકે ને ભૂસકે વધતી જતી દુનિયાની વસ્‍તી સામે લાલ બત્તી ધરવા માટે ‘‘વિશ્વ વસ્‍તી દિન'' નિમિત્તે લોક જાગૃતિના કાર્યક્રમો યોજાયમાંઆવે છે.
                       આ કાર્યક્રમમાં  વતૃત્વમા સોલંકી ભાવના, પરમાર પ્રકાશ, માજીરાણા ભૂમિકા, બારોટ પાયલ અને પટણી રોહિતે ભાગ લીધો હતો  જ્યારે નિબંધ સ્પર્ધામાં પરમાર સાગર, સોની રાજેશ, શ્રીમાળી સાગર, પરમાર પ્રકાશ, પટણી રોહિત, સોની દિલિપ, પરમાર બાદલ, પટણી રમીલા, દરજી રેખા, બારોટ પાયલ,  શ્રીમાળી આરતી, ભીલ પ્રવિણ, માજીરાણા ભૂમિકા અને સોલંકી ભાવનાએ ભાગ લીધો હતો, 
આ નિમિતે હેલ્થ વિભાગના પ્રતિનિધી તરીકે શ્રી સ્નેહાબેન શર્મા, ડી.પી.સી.,પાલનપુર શ્રી હિતેશ અંબારામભાઈયા તથા શ્રી હરીસિંહ જી. સેનેટરી ઈન્સપેકટર, અર્બન હેલ્થ સેન્ટર,ડીસા હાજર રહેલ હતા.આ કાર્યક્રમાં ભા પંડ્ગ લેનાર બધા બાળકોને હેલ્થ વિભાગ તરફથી પ્રોત્સાહન માટે ઈનામ આપવામાં આપવામાં આવ્યા હતા.


૨૦૨૦માં ભારતીયોની સરેરાશ વય ૨૯ વર્ષની હશે

વિશ્વનો સૌથી યુવાન દેશ ભારત છે. આ યુવા શક્તિના જોર પર દેશ આગામી વર્ષો સુધી વિશ્વ પર રાજ કરી શકે છે. પણ શરત એ છે કે પ્રવર્તમાન પડકારનો અસરકારક રીતે સામનો કરવામાં આવે, પરંતુ દેશના ૫૦ કરોડ યુવાનોના મનમાં પ્રશ્ન ઘુમરી ખાઈ રહ્યો છે કે ‘મારા હોવાનો ફાયદો શું?’ આનો જવાબ દિવ્ય ભાસ્કરે વસ્તી તજજ્ઞો પાસેથી મેળવવાનો પ્રયાસ કર્યો છે. તેમાંથી જે પ્રાપ્ત થયું એ તમારી સામે છે.

તમે જે કંઈ જાણવા માગો છો તે વિશે...

૨૦૫૦ સુધીમાં અમેરિકાને પછાડી ભારતીય અર્થતંત્ર બીજા સ્થાને આવી જશે

-૩૧ ઓક્ટોબરે સાત અબજમું બાળક જન્મશે

ચાલુ વર્ષની ૩૧ ઓક્ટોબરે વિશ્વનું સાત અબજમું બાળક જન્મ લશે. સદીના અંત સુધીમાં વિશ્વની વસ્તી ૧૦ અબજને પાર કરી જશે.

-દેશમાં ૨૦૬૦થી શૂન્ય વસ્તી વૃદ્ધિદર

ભારતની વસ્તી ૨૦૬૦માં ૧૭૦ કરોડની સર્વોચ્ચ સપાટીએ હશે. ત્યારબાદ અહીં શૂન્ય વસ્તીવૃદ્ધિદરની સ્થિતિ આવી જશે. આ સ્થિતિમાં કોઇપણ દેશમાં જન્મ અને મૃત્યુદર એક સમાનસ્તરે આવી જશે. ભારતથી ૩૫ વર્ષ અગાઉ ચીનમાં ૨૦૨૫માં શૂન્ય વસ્તીદરની સ્થિતિ બની ગઈ હશે.

-પ્રત્યેક છ દિવસમાં એક ભારતીય

હાલમાં વિશ્વમાં દર છમાંથી એક નાગરિક ભારતીય હોય છે. જ્યારે ૧૦માંથી ચાર નાગરિક સૌથી વધુ વસ્તી ધરાવતા ત્રણ દેશો- ચીન, ભારત અને અમેરિકાના છે.

-બ્રાઝિલથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશની છે

વિશ્વના પાંચમાં ક્રમની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બ્રાઝિલ છે તેની વસ્તી ૧૯ કરોડ છે. જ્યારે ઉત્તર પ્રદેશની વસ્તી ૧૯ કરોડ ૯૬ લાખ છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં વધેલી વસ્તી (૧૮ કરોડ ૧૦ લાખ) પણ બ્રાઝિલની કુલ વસ્તી જેટલી છે.

મારા ફાયદા અને પડકારો

૬૬ લાખ લોકો ચીનમાં દર વર્ષે સ્નાતક બને છે. પરંતુ તેમની ગણતરી ન તો કુશળ કે બિનકુશળ કામદારમાં થાય છે.

કાર્યરત યુવાનો

૮૦ કરોડ વસ્તી ૧૫-૫૯ વર્ષના કાર્યરત લોકોની હશે ભારતમાં ૨૦૧૬ સુધી. જેમાં ૬૦ કરોડથી વધુ યુવાનો હશે.

પડકાર : જો કુશળ કામદાર (વ્યવસાયિક શિક્ષણ દ્વારા) તૈયાર નહીં કરાય તો ભારતીય અર્થવ્યવસ્થાનું ગ્રાફ દુનિયામાં ટોચ પર પહોંચતા પહેલા જ નીચો આવી જશે. ચીનમાં એજ થઈ રહ્યું છે. ભારતમાં પણ માત્ર નિર્માણક્ષેત્રનું ઉદાહરણ લઈ શકાય છે. જેમાં ત્રણ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે. પરંતુ ૮૩ ટકાથી વધુ બિનકુશળ શ્રમિક છે.

બદલાવ માટે તૈયાર

દેશના ૧૦ કરોડથી વધુ લોકો (આશરે બે કરોડ ગ્રામિક) ઇન્ટરનેટથી સંકળાયેલા છે. જેમાં ૫૦ ટકાથી વધુ લોકો ફેસબુક અને ટ્વીટર જેવી સાઇટો પર છે. આઇટી ટેકનિકથી અબડેટ આ વસ્તી (મોટા ભાગના યુવાનો) દેશ દુનિયામાં થઈ રહેલા કોઇપણ બદલાવ માટે હંમેશ તૈયાર છે.

પડકાર : ગુણવત્તાપૂર્વક શિક્ષણ, આરોગ્ય અને રોજગારના સંબંધમાં યુવાનોની અપેક્ષા પૂરી કરવી પડશે. ભારતીય લશ્કરના ‘થીંક ટેન્ક સેન્ટર ફોર લેંડ વોર ફેર સ્ટડીઝ’ મુજબ આવું ન થવાથી યુવાનો સાયબર આતંકવાદ નકલી ચલણ જેવા સંગિઠત ગુનાઓમાં સંડોવાઈ શકે છે.

વસ્તી પર સાવચેતી

દેશના યુવાનો વસ્તી વિસ્ફોટથી થનારા નુકશાનને લઈને સચેત અને જાગૃત છે. તે વસ્તી નિયંત્રણ માટે થઈ ગયેલા પ્રયાસોને ટેકો આપે છે. ૯૦ વર્ષમાં પહેલી વખત ૨૦૧૧ની વસ્તી ગણતરી દરમિયાન દેશમાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો છે. જે ૨૦૦૧-૧૧માં ૧૭.૬૪ ટકા છે તે ૧૯૯૧-૨૦૦૧માં ૨૧.૧૫ ટકા હતી.

પડકાર :૩૫ ટકા જેટલી મહિલા દેશમાં અશિક્ષિત છે. આ સ્થિતિ સમાજ અને પરિવાર કલ્યાણ સંબંધી લક્ષ્યાંક / યોજના માટે અવરોધરૂપ છે.

રોજગારીની તકો

દેશના સંગિઠત ક્ષેત્રે ૨૦૧૦માં આશરે ૧૧ લાખ લોકોને રોજગારની તકો પૂરી પાડી હતી. જ્યારે ૨૦૧૧ના અંત સુધીમાં આ ક્ષેત્રમાં ૧૬ લાખથી વધુ નોકરી ઉપલબ્ધ થવાનો અંદાજ છે. તાજેતરના સર્વે મુજબ વિશ્વની અગ્રણી કંપનીઓ ભારતમાં તેમના એકમ સ્થાપવા માટે અચુક છે. તેનું કારણ ભારતમાં ઓછા ખર્ચે શ્રમિકો મળી રહે છે. પડકાર : આધારભૂત ગુણવત્તાના મામલે ભારતનું સ્થાન ૧૩૭ દેશોમાં ૯૧મુ છે. ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયા જેવા દેશો કરતાં પણ નીચે છે. એજ કારણ છે કે સંગિઠત ક્ષેત્ર માત્ર ૩-૪ ટકાના દરે રોજગારી અપી રહ્યા છે. દેશમાં શિક્ષિત બેકારોની સંખ્યા ૪ કરોડથી વધુ છે.

ઉત્પાદકતા વધશે

વર્ષ ૨૦૨૦ સુધી ભારતની વસ્તીની સરેરાશ વય ૨૯ વર્ષ હશે. જે દરેક સ્તરે ઉત્પાદકતા વધારવા તૈયાર હશે. આઈએમએફ મુજબ ૨૦૧૦માં દેશના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં વ્યક્તિદીઠ યોગદાન ૧,૪૮,૧૮૩ રૂપિપા હતું. જે ૨૦૨૦ સુધી ત્રણથી ચાર ગણું વધી શકે છે.

પડકાર : લોકો ભ્રષ્ટાચારમાં સડોવાયેલા રહેશે. ઉત્પાદકા ક્યારે વધારશે. ટ્રાન્સપેરેસી ઇન્ટરનેશનલ મુજબ ૫૦ ટકા ભારતીયે બીપીએલ કાર્ડ, રેશનિંગ કાર્ડ જેવી પોતાની નાની જરૂરિયાત માટે પણ લાંચ આપે છે. તેઓ દર વર્ષે આશરે ૨૩,૪૦૦ રૂપિયાની લાંચ ચૂકવે છે.

 ગુજરાતમાં ૩.૪૬ કરોડ લોકો ગામડાંમાં અને ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસે છે

-સાત મ્યુનિસપિલ કોર્પોરેશનની વસતી ૧.૪૪ કરોડ છે, જે પૈકી ૫૫.૭૦ કરોડ તો એકલા અમદાવાદમાં વસે છે.
-સૌથી વધુ ગ્રોથરેટ સુરતનો છે, જે ૪૨.૧૯ છે. જ્યારે અમદાવાદનો ગ્રોથરેટ ૨૨.૩૧ છે.
-સેક્સ રેશિયોમાં ઉચ્છલ તાલુકો મોખરે છે, જ્યાં એક હજાર પુરુષે ૧૦૧૭ મહિલા છે.
-ગુજરાતમાં પ્રતિ ચોરસ કિલોમીટરે ૫૦ વ્યક્તિ વધી છે. ૨૦૦૧માં ૨૫૮ લોકો હતા તે વધીને ૩૦૮ થયા છે.

ઉત્પાદકતા વધશે

રાજ્યનું અંદાજિત ઘરગથ્થું ઉત્પાદન ૩૩૧૬૩૩ કરોડ છે, જે ગત વર્ષની સરખામણીએ ૩૧ હજાર કરોડ વધુ છે. એવી જ રીતે રાજ્યનું ચોખ્ખું ઘરગથ્થું ઉત્પાદન ૩૭૦૪૦૦ કરોડ છે. જે આગલા વર્ષની સરખામણીએ ૧૭.૦૬ ટકાનો વધારો દર્શાવે છે. રાજ્યના માથાદીઠ આવક ૬૩૯૬૧ રૂપિયા છે, જેમાં ૧૬ ટકાની વૃદ્ધિ છે.

બદલવા માટે તૈયાર

રાજ્યનાં ૧૪૦૦૦ ગામોમાં સરકાર તરફથી ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી હોવાથી ગામડાના લોકો પણ નવી બાબતોથી જાણકાર બને છે. શહેરની સાથે ગામડાનો યુવાન ઇન્ટરનેટ ઉપર ફેસબુક અને ટ્વિટરનો ઉપયોગ કરે છે. આ સંખ્યા ૫૦ લાખથી વધારે છે.

રોજગારની તકો

ગુજરાતમાં હાલ નવ લાખ બેકારો છે, પરંતુ વાઇબ્રન્ટ સમિટના ઉદ્યોગના કારણે તાલીમી બેકારોની સંખ્યા ઘટવા સંભવ છે. રોજગારીના આંકડા જોઈએ તો ૨૦૦૯માં ૨.૧૧ લાખને અને ૨૦૧૦માં ૧.૩૪ લાખ યુવાનોને રોજગારી અપાઈ છે. સરકારનો એવો દાવો છે કે આવનારાં પાંચ વર્ષમાં ઉદ્યોગોમાં થનારા મૂડીરોકાણના કારણે રોજગારીની ૨૦ લાખ નવી તકો ઊભી થશે.

વસતીવધારા સામે સાવચેતી

ગુજરાતમાં વસતીવધારાનો દર ૧૯.૧૭ ટકા છે, જે ૧૯૯૧-’૦૧માં ૨૨.૬૬ ટકા હતો. દેશનાં રાજ્યોની સરખામણીએ દર ઘટ્યો છે, છતાં સાવચેત રહેવાની જરૂર છે. શહેરોમાં વસતીવધારાની સમસ્યાએ રોટી, કપડાં અને મકાનની અછત સર્જી દીધી છે. મકાનોમાં માગ કરતા પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાનને આંબી રહ્યા છે.

કામ કરતા યુવાનોની ફોજ

ગુજરાતની કુલ વસતીમાં પોણા ત્રણ કરોડથી વધારે ૧૫થી ૫૯ વર્ષના કામ કરતા લોકો વસે છે. ૨૦૨૦ની સાલ સુધીમાં આ સંખ્યા ચાર કરોડ થવાની ધારણા છે.

‘એક પુરુષને શિક્ષણ આપવાથી માત્ર તેજ શિક્ષિત થાય છે જ્યારે એક મહિલાને શિક્ષણ આપવાથી સંપૂર્ણ સભ્યતા શિક્ષિત થાય છે.’ -મહાત્મા ગાંધી

આમ જોવા જઈએ તો આનુવંશિકતાના કુદરતી નિયમ મુજબ પ્રત્યેક સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરે છે અને તે પ્રાણી તેમજ વનસ્પતિ દરેકને લાગું પડે છે. માનવી પણ કુદરતના આ નિયમ અનુસાર પોતાના બાળકો પેદા કરે છે અને મહદ્અંશે પોતાના બાળકોનું જીવન પોતા કરતાં પણ વધુ સારું થાય તેવા પ્રયત્નો કરે છે. આ પ્રક્રિયા એક વ્યક્તિ તરીકે તેમજ એક સમાજ તરીકે, એક દેશ તરીકે અને સમગ્ર રીતે જોતાં માનવજાત તરીકે પણ નિભાવે છે. આપણે જાણીએ છીએ કે પ્રત્યેક મનુષ્ય પોતાના સંતાનો માટે અને દરેક પેઢી આગામી પેઢીના ઉત્કર્ષ માટે કંઈક કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. એટલે કે વસ્તી એ વ્યક્તિ, દેશ કે વિશ્વ માટે પોતાના સોનેરી ભવિષ્ય નિર્માણ માટે અનિવાર્ય જરૂરિયાત છે. જો વસ્તી એ દરેકની જરૂરિયાત છે તો પછી આઝાદીથી અત્યાર સુધી વસ્તી-વધારો એ ભારતની પ્રથમ અને પાયાની સમસ્યા કેવી રીતે બની શકે ? તે જ પ્રમાણે રશિયામાં વધુ બાળકોવાળા કુટુંબોને ઈનામો અને પ્રોત્સાહન મળતું હોય, જાપાનમાં સરેરાશ ઉંમર વધતાં યુવા વસ્તીની ઘટ પડતી હોય, યુરોપમાં મધ્ય-પૂર્વમાંથી ગૃહ યુદ્ધ અને આતંકવાદનો ભોગ બનેલ લાખો અને કરોડો શરણાર્થીઓ સમાવી લેવાતાં હોય, અમેરિકા જેવા વિકસિત દેશમાં વિશ્વભરમાંથી લોકોને ઉચ્ચ જીવનધોરણ આપી વસાવાતા હોય અને આ બધું યોજના બદ્ધ રીતે આયોજન કરી કરાતું હોય ત્યારે ભારત માટે વસ્તી એ સમસ્યા કેવી રીતે ગણાય ? અથવા સમગ્ર વિશ્વ માટે વસ્તી વૃદ્ધિ એ સમસ્યા કેમ છે ? તે જાણવું અને સમજવું આજના તબક્કે ખૂબ જ અનિવાર્ય છે.

વસ્તી વૃદ્ધિની સમસ્યા સમજવા માટે વિશ્વભરમાં વસ્તીના વિતરણ અને કુદરતી સંપત્તિના વૈશ્વિક વિતરણને સમજવું જરૂરી છે. યૂરોપના દેશોમાં બે વિશ્વયુદ્ધો દરમિયાન મોટાપાયે યુવાવસ્તી મૃત્યુ પામી. જેના કારણે વસ્તીવૃદ્ધિનો દર ખૂબ ઘટી ગયો. વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ વધતાં ઉત્પાદક-વસ્તી (18 થી 40 વર્ષ) ઉપર વૃદ્ધોને નીભાવવાની જવાબદારી વધી. તેમ છતાં આ દેશોમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસ વધું થયેલૂંં હોઈ અને વિશ્વના દેશોનું વિશ્વયુદ્ધો પહેલાના સમયમાં સામ્રાજ્યવાદી નિતિથી અથવા અનિતિથી શોષણ કરેલું હોઇ યૂરોપમાં જીવનધોરણ ઊંચું જળવાઈ રહેલ છે. એ જ પરિસ્થિતિ અમેરિકા, જાપાન અને અન્ય વિકસિત દેશોની છે. વિકસિત દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું હોય છે અને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત લોકો ઓછી વસ્તી પેદા કરવાનું વલણ ધરાવે છે. કેટલાંક દેશોમાં તો લગ્ન અને કુટુંબ જેવી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ પણ સંકટમાં છે. યુવક-યુવતીઓ પોતાની જવાબદારી ન વધારવાની વૃત્તિથી લગ્ન વિના ચલાવી લેવાનું વલણ ધરાવતા થયા છે. તેની સામે ખાસ કરીને એશિયા એટલે કે દુનિયાનો સૌથી જૂનો અને સૌથી ગીચ વસ્તી ધરાવતો ખંડ એ પ્રમાણમાં અવિકસિત અથવા વિકાસશીલ દેશોનો ખંડ છે. અહીં પરિસ્થિતિ તદ્દન વિરોધી છે. વસ્તીનો ઉચ્ચ વૃદ્ધિ દર, વસ્તીની અતિશય ગીચતા, અશિક્ષા, ગરીબી, બીમારી વગેરે વિકાસશીલ દેશોની સૌથી મોટી સમસ્યાઓ છે. હાલમાં સમગ્ર દુનિયાની વસ્તી 7.02 અબજ જેટલી છે. ભારતમાં કુલ વસ્તી 1.2 અબજ એટલે કે અમેરિકા, જાપાન, પાકિસ્તાન, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને બાંગ્લાદેશ જેવા દેશોની કુલ વસ્તીની સમકક્ષ છે. 2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી. યુનાઈટેડ નેશન્સના એક અહેવાલ મુજબ છેલ્લા પચાસ વર્ષોમાં વિશ્વની વસ્તી બમણી થઈ ગઈ છે. વસ્તી વિસ્ફોટ એ આજે એશિયાના દેશો માટે મુખ્ય સમસ્યા બની ગઈ છે. એક ગણતરી પ્રમાણે વિશ્વભરમાં દર એક સેકંડમાં લગભગ ચાર બાળકો જન્મે છે. આટલી ઝડપે વસ્તીમાં વધારો થતો રહેવાના કારણે વર્ષભરમાં આંકડો અધધ કહેવાય તેટલા નવા આંકડાને સ્પર્શતો રહે છે.

જનસંખ્યાના ક્રમાંકમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. તે સત્યથી આપણે સૌ અવગત છીએ. કુદકે-ભુસકે વધતી જનસંખ્યા પર ખરેખર નિયંત્રણની જરૂર છે. જેનાથી ભવિષ્યમા સર્જાનારી મૂશ્કેલીઓને આપણે દૂર રાખી શકીએ. જે રીતે પૂર કે સુનામી આવે તો એ તેની સાથે મોટા પ્રમાણમાં કચરો, ચીજવસ્તુઓ, વૃક્ષો વગેરે જેવી અનેક વસ્તુઓ સાથે લઈને આવે છે, તેવી જ રીતે વસ્તી વધારાનું પ્રચંડ પૂર તેની સાથે અનેક મુશ્કેલીઓ લઈને આવે છે, અનેક પ્રશ્નો લઈને આવે છે. વધતી જનસંખ્યાથી દેશનો આર્થિક વિકાસ રૂંધાઈ રહ્યો છે, ગરીબી વધી રહી છે, પર્યાવરણની સમતુલા ખોરવાઈ રહી છે. આપણે જ આપણા ભવિષ્યને ખોરવી રહ્યા છે. બેફામ વસ્તી વધવાના કારણે સમગ્ર વિશ્વ જાણે કે ભયાનક વિસ્ફોટ બોમ્બ પર ઊભું છે. વસ્તી વધારાને કારણે જીવનજરૂરિયાતની વસ્તુઓ, ભોજન અને રહેઠાણ જેવી સુવિધાઓના અભાવની સમસ્યાઓ સર્જાય છે, સરકાર દ્વારા આવી સમસ્યાઓના નિવારણ માટેની અનેક યોજનાઓ અમલમાં મૂકાય છે પરંતુ વધતી જતી વસ્તીને પરિણામે આનું કોઈ નોંધનીય કે હકારાત્મક પરિણામ મેળવી શકાતું નથી. વસ્તીવધારાનું આ પ્રચંડ પૂર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદૂષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વગેરે જેવી અનેક સમસ્યાઓ અને પ્રશ્નો સાથે લઈને આવે છે. અન્ય સાઈડ ઈફેક્ટસમાં બેકારી અને ગરીબીના પરિણામે ગુનાખોરી, ચોરીઅપરાધિક સમસ્યાઓ પણ સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાવતી રહે છે. આ પ્રત્યેક પ્રશ્નોની આડઅસરો વૈશ્વિક સમસ્યારૂપે પરેશાન કરી રહી છે અને ઉપરથી દેખાય છે તેથી વધુ ઊંડા તેના મૂળિયા છે.

જેવી રીતે ભારતમાં બેરોજગારીનું સ્તર ઊંચું છે તેવી જ રીતે આરોગ્યની દ્રષ્ટિએ એટલું જ કથળેલું પણ છે. આરોગ્યની બાબતમાં ભારતનું સ્થાન વિશ્વમાં 111 મું છે. વસ્તી વધારાને કારણે, પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે ગરીબી અને અજ્ઞાનતા વધે છે. જેને કારણે લોકોમાં જાગૃતિનો અભાવ ગંદકી અને રોગચાળાનું નિમિત્ત બને છે. ગરીબ લોકો જાગૃતિના અભાવે વસ્તીવધારાના ગંભીર પરિણામોને ગંભીરતાથી લેતાં જ નથી. આના સીધા પરિણામ રૂપે ધનિકો વધુ ધનિક બની રહ્યા છે અને અભણ-ગરીબ વર્ગ વધુ ગરીબ બની રહ્યા છે. ભણતરથી સામાન્ય સમજ તથા જાગૃતિ આવે છે અને દરેક પરિસ્થિતિના ભાવિ પરિણામો વિશેની સભાનતા કેળવાય છે જે નીચલા વર્ગમાં સ્વાભાવિકપણે જ ઓછી દેખાય છે. ભારત દેશ આજે વિકાસશીલ દેશ મટી વિકસિત દેશોની હરોળમાં ઊભો થઈ રહ્યો છે, વિકાસની કેડી પકડી ચૂક્યો છે પણ ધારી સફળતા મળતી નથી. દેશનું અર્થતંત્ર ધીમું પડેતેની ગતિ-પ્રગતિ અવરોધાય એટલી હદે અને એ ઝડપે વસ્તી દર વધી રહ્યો છે. આ સમસ્યા માત્ર ભારતને જ નહીં સમગ્ર એશિયાના દેશો માટે માથાના દુઃખાવા સમાન બની ગઈ છે. વિશ્વ વસતી દિવસની હોંશભેર ઉજવણી ના કરવાની હોય પણ જે ઝડપે વિશ્વભરની વસતી બોમ્બ સમાન વિસ્ફોટક બની રહી છેવૃદ્ધિ દર બેફામ રીતે વધી રહ્યો છે તેના પરત્વે યુદ્ધના ધોરણે પગલાં લેવાવા જોઈએ. જે ઘરમાં બેથી વધુ બાળકો હોય તેને અમુક તમુક સરકારી લાભોથી યોજનાઓથી વંચિત રાખવાની જાહેરાત પણ થઈ જ ગયી છે. બાળલગ્નો અટકાવવા પણ એટલા જ જરૂરી છે. વધુ બાળકો જન્મવા માટે બાળલગ્નો પણ એટલા જવાબદાર છે.

1.22 અબજને આંબી ગયેલી ભારત દેશની વસતીમાં હજુ લાખોકરોડો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે. નથી તેમની પાસે ઘરનું ઘર કે નથી આવકનું કોઈ નક્કર સાધન. છતાં નવાઈની વાત એ છે કે તેમના કહેવાતા ઘરોમાં એક એક પરિવારમાં ચારથી પાંચ નાગા-ભૂખ્યા બાળકો તો જોવા મળશે જ! દેશની આશરે 60 % ઉપરની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે છતાં વસતીવધારા જેવી રાષ્ટ્રીય તથા વ્યક્તિગત વિકાસને રુંધતી સમસ્યા કાબૂમાં આવવાનું નામ નથી લેતી. જળ-જમીન જેવા કુદરતી સંસાધનોપર્યાવરણ જેવા મહત્વના મુદ્દે દબાણ કરતા વસ્તી વિસ્ફોટના મહાપ્રશ્નનો યોગ્ય સમયે, યોગ્ય રીતે ઉકેલ લાવવાની શરૂઆત નહીં કરાય તો શક્ય છે કે એક દિવસ એવો પણ આવશે કે ના તો રસ્તા પર ચાલવાની કે વાહનો ચલાવવાની જગ્યા રહેશે કે ના ઘરોમાં કે જાહેર સ્થળો પર શ્વાસ લેવા જેટલી જગ્યા બચશે.

વસ્તી વૃદ્ધી એ સમગ્ર વિશ્વની સાથે ભારત માટે પણ ખૂબ ગંભીર સમસ્યા છે. ચીન જેવા સામ્યવાદી દેશોમાં વસ્તી નિયંત્રણ પ્રમાણમાં સરળ છે જ્યારે આપણે ત્યાં એ ખૂબ જટિલ આર્થિક, સામાજિક અને રાજકીય સમસ્યા છે. તેમ છતાં, આજે આપણા ઉત્સાહી વડાપ્રધાન દુનિયાભરમાં ભારત એ વિશ્વનો સૌથી યુવા વસ્તી ધરાવતો દેશ હોવાની વાત કરે છે તે પણ હકીકત છે. ભારતમાં સૌથી વધું પ્રમાણમાં ઉત્પાદક એટલે કે 18 થી 40 વર્ષની વસ્તી છે. જો આ વસ્તીને પૂરતી સગવડ, શિક્ષણ અને રોજગારી આપવામાં આવે તો ચમત્કાર સર્જાઈ શકે જે હાલ સંભવિત દેખાતું નથી. ખરેખર તો વિશ્વમાં કુદરતી સંપત્તિ અને જમીનના પ્રમાણમાં વસ્તીનું અસમાન વિતરણ એ સમસ્યા છે. જો ઑસ્ટ્રેલિયા કે જેનું ક્ષેત્રફળ ભારત  કરતાં વધું હોય અને વસ્તી માત્ર ભારતનાં વાર્ષિક વસ્તી વધારા જેટલી હોય તો ત્યાં આવેલી અફાટ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા અને તેને વપરાશમાં લાવવા પણ બહારના દેશોમાંથી લોકો લઈ જવા પડે છે. આફ્રિકાના દેશોમાં પુષ્કળ કુદરતી સંપત્તિ વપરાયા વગરની છે જે ત્યાંની પ્રજામાં ટેકનોલોજીકલ અને શૈક્ષણિક લાયકાત કેળવી વપરાશમાં લેવામાં આવે તો તેમનું જીવનધોરણ સુધારી શકાય. ચીન જેવા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશમાં પણ લાંબા સમયથી અમે બે-અમારું એક ની નિતિ બદલી બે બાળકની હિમાયત કરાઈ છે ત્યારે વસ્તીને સમસ્યા કરતાં સંપત્તિ ગણવાની વૈશ્વિક નિતિ હોવા છતાં આપણા દેશમાં તો આજે પણ વસ્તી અને વસ્તીવૃદ્ધિ એ સમસ્યા જ છે. આશા રાખીએ કે આવા દિવસોની ઉજવણી દ્વારા આપણે સૌ આ ગંભીર સમસ્યા તરફ સભાન થઈ તેનો યોગ્ય ઉકેલ શોધીએ, જેથી કરીને આવનાર પેઢીઓ માટે આપણે કાંઈક સારું મૂકીને જઈ શકીએ.
               વસ્તી એટલે જન સંખ્યા. વસ્તી એટલે માણસોનો વસવાટ. ઈ.સ. ૧૮૦૦માં વસ્તી વિશ્વની એક અબજ જેટલી થઇ હતી. જે ક્રમશ: વધતાં ઈ.સ. ૨૦૦૦માં વિશ્વની વસ્તી છ અબજ વીસ કરોડ થઇ. જે રીતે વસ્તી વધારો થયેલો જોવા મળે છે તેને આપણે વસ્તી વિસ્ફોટ જ કહી શકાય. ભારત આઝાદ થયો ત્યારે તેની વસ્તી ઈ.સ. ૧૯૦૧માં ૨૪ કરોડની હતી. જે ૧૯૯૧માં ત્રણ ગણી વધીને ૮૪ કરોડ પહોંચી ગઈ. ઈ.સ.૨૦ઓ૧ન વર્ષોમાં ૧૦૨.૭ કરોડની જનસંખ્યા પહોંચી ગઈ. અત્યારે ભારતની વસ્તીની બાબતમાં વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત એક વિશાલ દેશ છે. મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે આમ છતાંય ઔદ્યોગિક ક્રાંતિ અને બીજા કારણોસર મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી વસ્તી વધવા લાગી છે. અત્યારે લગભગ ૭૨% જેટલી વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે છે. વસ્તી વધવાના અનેક કારણો જવાબદાર છે. જન્મદર ઉંચો છે.હ્યારે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર આરોગ્યક્ષેત્રે સગવડોમાં વધારો અને તે અંગે જાગૃતિ આવવાથી મૃત્યુદરમાં ઘટાડો જોવામળે છે.
અમદાવાદવિશ્વના સીમિત સંસાધનો પર ભારે પડી રહેલી વધતી વસતીની વિકરાળ સમસ્યાઓને યાદ કરવાનો દિવસ એટલે વિશ્વ વસતી દિવસ. 1989થી 11 જુલાઈને યુનો દ્વારા દર વર્ષે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરીને આ સંદર્ભે પૃથ્વીવાસીઓનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે. 2016 માટે યુનો દ્વારા વિશ્વ વસતી દિવસની થીમ ‘Investing in teenage girls’, રાખવામાં આવી છે. આ વર્ષે ટીનેજ ગર્લ્સના જીવનને બહેતર બનાવવાના પ્રયાસોને અગ્રતાક્રમે મૂકવામાં આવશે.
વધતી વસતી વિશ્વના વિકાસશીલ દેશો માટે જટિલ સમસ્યા બની રહી છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.યુનોના અક અંદાજ પ્રમાણે વિશ્વની વસતી સાત આબજને પાર કરી ચૂકી છે.દુનિયાના વિકાસશીલ દેશોમાં વસતીવૃદ્ધિનો દર કેટલો છે જાણો છો ? દર વર્ષે 90થી 93 ટકાના દરે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ નેપાળ જેવા ભારતીય ઉપમહાદ્વીપમાં વસતી વધારો નોંધાઈ રહ્યો છે.
યુનાઇટેડ સ્ટેટસ સેન્સ બ્યૂરોદ્વારા પ્રકાશિત કરાયેલા પેપર અનુસાર, 24 ફેબ્રુઆરી 2006ના રોજ વિશ્વની વસ્તી 6.5 અબજ (6,500,000,000)ના આંકને સ્પર્શી ગઇ હતી. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે 12 ઓક્ટોબર 1999ના દિવસને વૈશ્વિક વસ્તી 6 અબજના આંકને સ્પર્શી જવાના દિવસ તરીકે ઠરાવ્યો છે. આવું આશરે 12 વર્ષો પછી થયું હતુ જેમાં વિશ્વની વસ્તી 1987માં 5 અબજના આંકને સ્પર્શી ગઇ હતી અન 6 વર્ષ બાદ 1993માં વિશ્વની વસ્તી 5.5 અબજના આંકને સ્પર્શી ગઇ હતી. જોકે, કેટલાક દેશો જેમ કે નાઇજિરીયા અને ચીનની વસ્તી મિલીયનની નજીક સુધી પણ હોવાનું જણાયું નથી, તેથી આ પ્રકારના અંદાજમાં નોંધપાત્ર અસંખ્ય ભૂલો હોવાની શક્યતા છે.
2007માં યુનાઇટેડ નેશન્સ પોપ્યુલશન ડિવીઝને અંદાજ મૂક્યો છે કે 2055 સુધીમાં વિશ્વની વસ્તી 10 અબજના આંકને વટાવી દેશે તેવી ધારણા છે. ભવિષ્યમાં, વૈશ્વિક વસ્તી ઊંચામાં ઊંચી વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા સેવાય છે, ત્યાંથી આર્થિક કારણો, આરોગ્યને લગતા કારણો, જમીન ધોવાણ અને પર્યાવરણીય નુકસાનને કારણે તેમાં ઘટાડો થવાનું શરૂ થશે. સદીના અંત પહેલા વૈશ્વિક વસ્તીમાં વધારો અટકી જવાની 85 ટકા તકો છે.
2100 પહેલા વૈશ્વિક વસ્તી 10 અબજ કરતા વધે નહી તેની 60 ટકા જેટલી તકો છે અને સદીના અંતે વૈશ્વિક વસ્તી આજની તુલનામાં 15 ટકા ઓછી હશે તેવી શક્યતા છે. વિવિધ પ્રદેશો માટે, તારીખ અને સૌથી વધુ વસ્તીનુ કદ નોંધપાત્ર રીતે અલગ પડશે.
vasti-3
1947માં ભારત આઝાદ થયું ત્યારે ભારતની વસતી હતી ફક્ત 34 કરોડ .હવે 2013ની દ્રષ્ટિએ ભારતની વસતી 1.252 બિલિયનનો આંકડો વટાવી ચૂકી છે. જે સમગ્ર વિશ્વની વસતીના 17.5 ટકા હિસ્સો છે. એક અંદાજ પ્રમાણે 2022માં ભારત ચીનના વસતી આંકને વટાવીને વિશ્વનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ બની જશે.
ગુજરાતની વસતીની વાત કરીએ તો આ આંકડો 60,439,692 પહોંચી ગયો છે. ગુજરાતમાં દર ચોરસકિમી દીઠ 319ની વસતી ગીચતા છે અને દર 1000 પુરુષે 919 સ્ત્રી જન્મદર છે. ગુજરાત રાજ્યમાં યુપી, એમપી અને રાજસ્થાન કરતાં નીચો જન્મદર છે તેમ છતાં વસતીમાં વધારો જણાઈ રહ્યો છે. રાજ્યની વસતીમા દર વર્ષે દસ લાખથી વધુનો વધારો થતો હોવાનું અનુમાન છે.
વસતીવધારાને લઈને ગરીબી, બેરોજગારી જેવી અનેક સમસ્યાઓ સાથે ગામડાંની ઇકોનોમી તૂટવાથી શહેરીકરણનું પ્રમાણ વધી રહ્યું છે. જેને લઈને ખેતીલાયક જમીન ઘટવાથી અન્ન ઉત્પાદનમાં મોટી અસર પડી રહી છે જે કુપોષણના વિષચક્રને વધુ ગહેરું બનાવે છે. વસતી વધારાના દરને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારે 2045 સુધી વસતીવધારાને સ્થિર કરવાની નવી રાષ્ટ્રીય વસતી નીતિ અમલમાં મૂકી છે. જેમાં જન્મદર ઘટાડવા લોકઝુંબેશ, કુટુંબ કલ્યાણ યોજનાઓના અમલ સાથે અનેક સરકારી પ્રયાસો વખતોવખત કરવામાં આવે છે.

 ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો