પંચશીલ વિદ્યાલય, ડીસા ખાતે તા. 25/08/2026ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માટે શાળાના કર્મચારીઓ તેમજ નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓ માટે રાખડી બનાવટ, સજાવટ તથા કાર્યક્રમને અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમની સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર બંધનનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને ભાઈ-બહેનના પ્રેમ, લાગણી, પરસ્પર સન્માન અને એકબીજાની રક્ષા કરવાની ભાવના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. અંતે શાળાના આચાર્યશ્રીએ સૌને રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પાઠવી અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ કર્મચારીઓ તથા નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો...









ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો