સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો અહેવાલ
- શાળાનું નામ: પંચશીલ વિદ્યાલય, ડીસા
- શૈક્ષણિક વર્ષ: 2026–27
- વિષય: સંસ્કૃત સપ્તાહની ઉજવણી
- શાળામાં સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ, જિજ્ઞાસા અને અભિરુચિ વધે તેમજ સંસ્કૃત ભાષાના મહત્વ અને તેના સાંસ્કૃતિક વારસાથી વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સહયોગથી વિવિધ શૈક્ષણિક તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
- સંસ્કૃત સપ્તાહ દરમિયાન સંસ્કૃત સુભાષિત લેખન, શ્લોકપઠન, સંસ્કૃત ગીતો, સંસ્કૃત સંવાદ, વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, સંસ્કૃત શબ્દભંડોળ સ્પર્ધા તથા સંસ્કૃતમાં પ્રાર્થના જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસ્કૃત ભાષાના ઉચ્ચાર, શબ્દરચના અને તેના વ્યવહારુ ઉપયોગ અંગે જ્ઞાન મેળવ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાની પ્રાચીનતા, વૈજ્ઞાનિકતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ સમગ્ર આયોજનથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને પ્રેમ વધ્યો હતો. સંસ્કૃત ભાષાના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ગૌરવની ભાવના વિકસે તેવો સુંદર સંદેશ મળ્યો હતો. સંસ્કૃત સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા તમામ સહભાગી વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ તૈયાર કરનાર:
સંસ્કૃત વિષય શિક્ષક:- શ્રી મીનાબેન એમ. સોલંકી
પંચશીલ વિદ્યાલય, ડીસા








ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો