બનાસકાંઠા જિલ્લાના ડીસા. ધાનેરા, અમીરગઢ, કાંકરેજ , દિયોદર અને વાવ - થરાદ તાલુકામાં ૨૨ જુલાઈ થી સતત ભારે વરસાદના કારણે લોકો  તેમજ પશું- પંખી ખુબ પ્રભાવીત થયા હતા. અને દિવસો સુધી પુરના પાણી  વચ્ચે  પોતાના અત્યંત દુખભર્યા  દિવસો  પસાર ક્ર્યા હતા . તેમાં કેટલાય લોકોની જીદગીનો અકાળે  પુરી થઈ ગઈ હતી. આવા તમામલોકો પ્રત્યે દુખ વ્યક્ત કરી સંવેદના વ્યક્ત કરી અમે  જે લોકો હજુ પણ હાડમારી સાથે પોતાની જીંદગી ફરીથી આઘાતમાંથી બહાર આવી ને નવેસરથી વ્યવસ્થીતે કરે તે માટે તેઓને ઉપયોગી થવા માટે શાળા મંડળ પ્રાયોજીત અને રાજ્યની જુદી જુદી સંસ્થા મારફત આવતી જીવન જરૂરી ચીજવસ્તુઓ જરૂરીયાત વાળા લોકો સુધી પહોચતી કરવા માટે વ્યવસ્થા શાળામાં કરી દુખી લોકોને મદદ કરવા માટે એક નાનો સરખો અમોએ પ્રયત્ન કરેલ છે . અને આ કાર્યમાં   અમોને જે લોકોનો / સંસ્થાઓનો  સહારો મળ્યો તેઓનો અમો આભાર માનીએ  છીએ. 
બનાસકાંઠાના અસરગ્રસ્ત કાંકરેજ, શિહોરી, 
લાખણી અને ધાનેરા તાલુકાના પુરના પાણી ઓસરતા તંત્ર દ્વારા પુરજોશથી રાહત 
કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં કુદરતના આ પ્રકોપથી ૪૭ માનવદેહ મળી આવ્યા છે. 
તેમજ બે હજારથી વધુ પશુઓના મોત થતા માનવી કુદરત સામે લાચાર બની જવા પામ્યો 
છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી કાંકરેજ તાલુકાના 
નદીકાંઠાના ગામોને ઘમરોળી નાખ્યા છે.  જેમાં કાંકરેજ તાલુકામાંથી આજે સાત 
મૃતદેહો મળતા અરેરાટી મચી જવા પામી છે.
બનાસકાંઠામાં છેલ્લા એક સપ્તાહના 
વરસાદ તેમજ ડેમો દાંતીવાડા અને સીપુ ડેમોમાંથી છોડાયેલ પાણીથી બનાસકાંઠામાં
 ભારે જળપ્રલય સર્જાયો હતો. આ જળપ્રલયમાં અસંખ્ય ગામો સંપર્ક વિહોણા બની 
ગયા હતા. અને કુદરતના પ્રકોપ સામે વહીવટી તંત્ર અને માનવી લાચાર બનતા વરવા 
દૃશ્યો નિહાળવા લાચાર બનવુ પડયુ . જો કે  જિલ્લામાં પુરના 
પાણી ઓસરતા તેમજ વરસાદે વિરામ લેતા અસરગ્રસ્ત તેમજ જિલ્લા વાસીઓએ રાહતનો દમ
 લીધો હતો..
વહીવટી તંત્ર દ્વારા પણ પુરના પાણી ઓસરતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે સફાઈ, દવા છંટકા વિગેરેની કામગીરી હાથ ધરી છે.
વહીવટી તંત્ર દ્વારા પણ પુરના પાણી ઓસરતા રોગચાળો ફાટી ન નીકળે તે માટે સફાઈ, દવા છંટકા વિગેરેની કામગીરી હાથ ધરી છે.
જયારે એન.ડી.આર.એફ. અને આર્મીના જવાનો દ્વારા અત્યાર સુધી કુલ-૪૭ મૃતદેહો 
બહાર કાઢયા અને ૬ર૪૦ લોકોને બચાવી લેવાયા જયારે ર૯૭૬૪ લોકોને સલામત સ્થળે 
સ્થળાંતર કરાયુ છે. અસરગ્રસ્તોને ૧પ લાખથી વધુ ફુડ પેકેટ અને પાણીના પાઉચ 
પહોંચાડવા બનાસકાંઠા કલેકટર દ્વારા કામગીરી કરાઈ છે. તેમજ આરોગ્ય વિભાગની 
૭૮૧ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામે લાગી સારવાર આપી રહી છે.
આમ અસરગ્રસ્ત બનાસકાંઠા વરસાદના વિરામ અને પાણી ઓસરતા ધીમેધીમે જનજીવન થાળે પડવા જઈ રહ્યુ છે. જો કે હજુ ઘણા ગામો સંપર્ક વિહોણા છે.
ખારીયામાંથી  ઘણા  મૃતદેહો મળ્યા હતા. .આમ અસરગ્રસ્ત બનાસકાંઠા વરસાદના વિરામ અને પાણી ઓસરતા ધીમેધીમે જનજીવન થાળે પડવા જઈ રહ્યુ છે. જો કે હજુ ઘણા ગામો સંપર્ક વિહોણા છે.













 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો