આજ રોજ શાળામાં વસ્તી દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકશ્રી શ્રી રાજેશકુમાર સુતરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પ્રસંગને અનુરૂપ વાર્તાલાત કર્યો હતો .
આજના ઓરી અને રૂબેલા જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વાલી- વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે ડીસા એબન હેલ્થ સેન્ટર થી ડૉ. નિરવ કે ત્રિવેદી સાહેબ, સેનેટરી ઇન્સપેક્ટર શ્રી હરિસિંહ ચૌહાણ અને એન પી ઇન્સપેક્ટર શ્રી હરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.
પંચશીલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીની બેઠક તા.૫/૭/૧૮ ના રોજ બપોરે ૧૩.૩૦ કલાકે યોજાઈ હતી . બેઠકામાં બાળકોના શિક્ષણ પર ચિંતન કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સાંજે અથવા સવારે વધારાના શિક્ષણ અયોજન માટે ભારમુકવામાં આવ્યો હતો .